

સમર્ગ રાજયમાં ઉત્સાહ ભેર માં નર્મદા મહોત્સવ યાત્રાની થઈ રહેલ ઉજવણી અંતર્ગત મોરબી શહેરના નર્મદા રથ ભ્રમણ દરમીયાન વોર્ડના લોકો દ્વારા રથનુ પૂજન કરી ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રથની સાથે જોડાયેલા ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ધ દ્ર્ષ્ટીથી નર્મદા ડેમના દરવાજા ચઢવવાની જડપી મંજુરી આપી કામ પણ ઝડપથી પૂર્ણ કરાવ્યું જેના પરીણામે સૌરાષ્ટ્રના ડેમો ઝડપી ભરવામાં આવશે.
આ પ્રસંગે મોરબી જિલ્લાનાં આ મહોત્સવના મુખ્ય લાયઝન અધિકારી અને નાયબ કલેકટરશ્રી દમયંતીબેન બારોટે નર્મદા ડેમનું કામ પૂર્ણ થવાથી આ વિસ્તારોને નર્મદા જળનો સારો એવો લાભ મળશે.જેનુ રૂણ ચુકવવા અને તેનુ પુજન કરવાના ભાગ રૂપે માં નર્મદા મહોત્સવ રથનું આયોજન કરવામાં આવેલ છે .
આ માં નર્મદા રથના સ્વાગત કાર્યક્રમમાં મોરબી નગરપાલીકા પ્રમુખ ગીતાબેન કંજારીયા, મોરબી નગરપાલીકા ઉપ્રપમુખ ભરતભાઈ ઝારીયા, નગરપાલીકા ચીફઓફીસર સાગર રાડીયા તથા જિલ્લા ભાજપ અગૃણીઓ હીરેન પારેખ, જ્યોતીસિંહ જાડેજા, લાખાભાઈ ઝારીયા, તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ રથ યાત્રામાં મોરબી જુદા-જુદા વોર્ડમાં આવેલા ગણેશનગર, ગાયત્રીનગર, કુબેરસોસાયટી, રણછોડનગર, વિસીપરા, પંચાસરરોડ, અવધ સોસાયટી, હાઉસીંગબોર્ડ, ઉમીયા સર્કલ, નવયુગ સ્કુલ, જેલ રોડ, જુના બસ્ટેન્ડ વિસ્તાર, રામચોક, દરબારગઢ થઈને સામાં કાઠા વિસ્તારોમાં આવેલા જુદા-જુદા વિસ્તારોમાં રથ પહોચતા શહેરી જનો દ્વારા પુજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
માં નર્મદા મહોત્સવના ભાગરૂપે મોરબી ઉમાટાઉનશીપ ખાતે હકાભા ગઢવીના કસુંબલ લોક ડાયરાનું આયોજન રાખવામાં આવેલ હતું જેને નગર જનોએ મનભેર માણીયો હતો.