Billboard ad 1150*250

મોરબી-વાંકાનેરમાં અપમૃત્યુના બનાવો, બે મહિલા સહીત ચારના મોત

0 152
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવમાં વૃદ્ધ સહીત બેના મોત 

        વાંકાનેર પંથકમાં બે સ્થળે અપમૃત્યુના બનાવ નોંધાયા છે જેમાં વૃદ્ધ સહીત બેના મોત થાય છે પોલીસે બંને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

        રાજકોટ જીલ્લાના જસદણના રહેવાસી મુળજીભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૫૫) નામના વૃદ્ધ ગઈકાલે વાંકાનેરના જડેશ્વર પાસેના તળાવમાં કોઈ ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે જયારે બીજા બનાવમાં વાંકાનેરના જામસર રિલાયન્સ પથ્થરની ખાણમાં મજુરી કરતા સુનીલ નંદલાલ બિંદ (ઉ.વ.૩૦) નામના યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 2

મોરબીમાં જાંબુડિયા ગામે ઝેરી દવા પી જતા પરિણીતાનું મોત

        મોરબીના જાંબુડિયા ગામના રહેવાસી વૈશાલીબેન સંજયભાઈ દુમાદિયા (ઉ.વ.૨૮) નામની પરિણીતા ગત તા. ૧૮ ના રોજ કોઈ કારણોસર ઘાસ બાળવાની ઝેરી દવા પી જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે મૃતક પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય અને તેને એક વર્ષનું સંતાન હોવાનું પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે 

મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો

        મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આજે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યાની જાણ કરવામાં આવતા રેલ્વે પોલીસ મથકના રતિલાલભાઈ પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી જેમાં રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાની ઓળખ થઇ સકી નથી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે તેમજ મહિલાનું મોત કુદરતી રીતે થયું હોય તેવો અંદાજ પણ રેલ્વે પોલીસે લગાવ્યો છે જોકે પીએમ રીપોર્ટ કરાવી મૃત્યુનું સાચું કારણ જાણવા તેમજ અજાણી મહિલાની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat