



ઘડિયા લગ્નને પ્રોત્સાહન આપવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વિવિધ સગવડો પૂરી પાડી રહ્યા છે અને ઘડિયા લગ્નના આયોજન થતા રહે છે જેમાં પાટીદાર સમાજના વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા
મોરબીના પૂર્વ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ગીતાબેન અરજણભાઈ અને સિદ્ધાર્થ જશાણીના લગ્ન યોજાયા હતા જે પ્રસંગે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જે પી જેસ્વાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવદંપતીને નમો ઘડિયાળ આપી આશીવચન પાઠવ્યા હતા

