Billboard ad 1150*250

મોરબીમાં એક્સીસ બેંકના એટીએમને તોડવાનો ત્રણ બુકનીધારી શખ્સોએ કર્યો પ્રયાસ

0 400

મોરબી નજીકના લાલપર ગામ પહેલા આવેલા શિવ શક્તિ ચેમ્બર નજીક એક્સીસ બેંકના એટીએમ મશીનને તોડવાનો ત્રણ બુકાનીધારી શખ્સોએ પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.ધટનાની જાણ થતા પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી પણ બુકાનીધારી શખ્સો હાથ લાગ્યા ન હતા

મળતી માહિતી મુજબ મોરબીના લાલપર પાસે શિવ શક્તિ ચેમ્બરની બાજુમાં આવેલ એક્સીસ બેંકના એટીએમમાં ત્રણ બુકાનીધારી શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે પ્રથમ લોક તોડ્યા બાદ બીજો લોક તોડવાનો પ્રયાસ કરતા સાયરન વાગતા આરોપીઓ ત્યાથી નાસી ગયા અને ધટનાની જાન એક્સીસ બેંકની હેડ ઓફિસને કરવામાં આવતા તેને પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે પહોચી ત્યારે બુકાનીધારી શખ્સોએ નાશી ગયા હતા અને બુકાનીધારી શખ્સોનો એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.હાલમાં કોરોનાના બાબતે સરકાર દ્વારા કર્ફ્યું અમલમાં મુક્યો હોય અને પોલીસ પણ સતત રાત્રીના પેટ્રોલિંગ કરી હોય છે તો આ બુકાનીધારી શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો છતાં પણ પોલીસને ધ્યાને ના આવ્યું અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ જ પોલીસ રાબેતા મુજબ પહોચીને તપાસ ચલાવી છે તો પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat