મોરબીમાં ધર્મ-સેવાકાર્યના નામે રૂપિયા પડાવનાર ત્રિપુટી સક્રિય, પોલીસ ટીમ નિષ્ક્રિય

 

મોરબી શહેર અને જીલ્લો ઓદ્યોગિક રીતે વિકસિત જીલ્લો છે જ્યાં છેલ્લા સમયમાં ક્રાઈમ રેટમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે જ્યાં ચોરી, લૂંટ અને ચીલઝડપના બનાવોમાં સતત વધારો થતો જોવા મળે છે તો હવે ધર્મના નામે રૂપિયા ખંખેરતા ઈસમો સક્રિય બન્યા છે જે અંગે પોલીસને જાણ કર્યા છતાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે

મોરબી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શીખ જેવા દેખાતા ત્રણ ઈસમો વિવિધ સ્થળોએ ફરતા જોવા મળે છે જે અમૃતસરમાં લંગરના નામે તેમજ અનાથ આશ્રમ દાનના નામે રૂપિયા ઉઘરાવતા હોવાની વેપારીઓમાં ફરિયાદ ઉઠી છે અગાઉ ૧૩ તારીખે ઈસમો આવ્યા હતા ત્યારે પોલીસને જાણ કરાઈ હતી છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ના હતી અને તા. ૧૫ ના રોજ પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી જોકે પોલીસ હજુ પણ ઊંઘમાં જોવા મળી હતી જેથી આવા ઇસમોને ફાવતું મળી ગયું હતું

આજે આ ત્રિપુટી ઉમિયા સર્કલ નજીકના સોમનાથ પ્લાઝા અને સ્ટાર આર્કેડ કોમ્પ્લેક્ષમાં ઘુસ્યા હતા અને એક દુકાનદાર પાસેથી ૩૧૦૦ રૂ તેમજ અન્ય પાસેથી ૧૧૦૦ જેટલી રકમ પડાવી ગયા હતા એકલા દુકાનદાર હોય ત્યાં આ લોકો ધમકી આપી ડરાવીને રૂપિયા પડાવતા હોવાની પણ વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે  તો આજે ફરીથી આ ઈસમો દેખાતા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ત્રણેય ઇસમોને લઇ ગઈ હતી જોકે પોલીસ હવે નક્કર કાર્યવાહી કરશે કે હજુ પણ આળસુ વૃતિ દાખવશે તે જોવું રહ્યું

 

Comments
Loading...
WhatsApp chat