Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ખેડૂતોએ ભીખ માંગીને અનોખી વિરોધ નોંધાવ્યો, જુઓ વિડીયો

મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોની દેવામાફીની માંગ સાથે આજે મોરબી જીલ્લાના ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો જેમાં નવા બસ સ્ટેન્ડ નજીક ખેડૂતોએ ભીખ માંગીને ફાળો એકત્ર કરીને વિરોધ નોંધાવ્યો હતો

ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ આજે ખેડૂતો નવા બસ સ્ટેન્ડ ખાતે એકત્ર થયા હતા અને ભીખ માંગવાના ડબ્બા તૈયાર કર્યા હતા જેના માથે ખેડૂતોની કર્જમાફી માટે દાન આપો લખીને નવા બસ સ્ટેન્ડ નજીક વિવિધ ઓફિસો, દુકાન અને રસ્તેથી પસાર થતા વાહનચાલકો પાસેથી દાન મેળવ્યું હતું અને સરકાર પાસે ખેડૂતોની કર્જમાફી માટે રૂપિયા ના હોય જેથી દાન એકત્ર કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાં મોકલવાનું ખેડૂત આગેવાને જણાવ્યું હતું

ખેડૂત આગેવાનનું ઇન્ટરવ્યુ, જુઓ વિડીયો

Comments
Loading...
WhatsApp chat