મોરબીમાં દારૂડિયા પતિએ પત્ની સાથે મારકૂટ કરી, છરીનો ઘા ઝીંકી દીધો

મોરબીના સામાકાંઠે કુબેર સિનેમા પાછળ રહેતી પત્નીને તેના પતિએ દારૂના નશામાં મારકૂટ કરી હાથમાં છરીનો ઘા ઝીંકી દઈને ઈજા પહોંચાડી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કુબેર ટોકીઝ પાછળ આવેલા મફતિયાપરા વિસ્તારના રહેવાસી વનિતાબેન ગોપાલભાઈ અગેચણીયા નામની ૩૪ વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ ગોપાલ ગોરધન કોળી ઘરે દારૂ પીને આવતો હોય જેમાં ગઈકાલે તે દારૂ પીને આવ્યા બાદ ઝઘડો કર્યો હતો અને મારકૂટ કરી હાથમાં છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી છે બી ડીવીઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat