Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ક્યાં બંધ બાથરૂમાંથી દારૂનો જથ્થો એલ.સી.બી જપ્ત કર્યો

મોરબી એલ.સી.બી. એ લુંટાવદર ગામમાં આવેલ આગણવાડી ના પટાગણમાં આવેલ બંધ બાથરૂમ માંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ દારૂની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના જૂના લૂંટાવદર ગામે આગાણવાડી બંધ બાથરૂમ માંથી અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૧૩૨ કીમત રૂપિયા ૫૧,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આ ઇગ્લીંશ દારૂનો જથ્થો છુપાવનાર આરોપી મહાવિરસિંહ ભગુભા જાડેજા રહે.લુંટાવદર વાળનું નામ ખુલ્યું હતું જે અગે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધી અને આરોપીને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat