મોરબી-રાજકોટમાં ૧૧ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચાર શખ્શો ઝડપાયા

પાંચ રાજ્યમાં ચોરીને અંજામ આપનાર આંતર રાજ્ય ટોળકી ઝડપાઈ

મોરબી જીલ્લાના વિવિધ સ્થળોએ તેમજ રાજકોટમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચાર ઈસમો આજે મોરબીમાંથી ઝડપાઈ ગયા છે એલસીબી ટીમે ચાર શખ્શોને ઝડપી લઈને રોકડ રકમ, મોબાઈલ સહિતનો ચોરી થયેલો મુદામાલ તેમજ ચોરી કરવાના સાધનો કબજે લઈને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પી આઈ આર.ટી.વ્યાસની ટીમ અને મોરબી સીટી બી ડીવીઝન પીએસઆઈ એ.બી.જાડેજાની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગેંડા સર્કલ પાસેથી ઠાકોરભાઇ ગેદીંયાભાઇ દહેતીયા/આદીવાસી રહે.છારવી ગામ, વાધુફળીયા તા. જોબટ જી. અલીરાજપુર, મોતીયાસીંગ ઉર્ફે મુકલો ઉર્ફે મુકેશ છગનભાઇ અજનાલ/ આદીવાસી રહે.છારવી ગામ, વાધુફળીયા તા.જોબટ જી. અલીરાજપુર(મધ્યપ્રદેશ), રેમો ગુમાનભાઇ પચાયા/ આદીવાસી રહે. ઉંબેરી ગામ, દેહરીયા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર અને લાલસીંગ નારસીંગ અજનાલ/આદીવાસી રહે.છુટીઝરી ગામ, તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) એ ચાર ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચેક કરતા તેની પાસેથી ઘરફોડ ચોરી કરવાના સાધનો, ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોબાઇલ ફોન મળી આરોપીઓની પૂછપરછ કરતા મોરબી જીલ્લામાં કુલ ૧૧ સ્થળે ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી

આરોપીઓએ ક્યાં ક્યાં સ્થળે આપ્યો ચોરીને અંજામ

ઝડપાયેલા આરોપીઓએ દોઢેક વર્ષ પહેલાથી આજદીન સુધીમાં અલગ-અલગ સમયે મોરબી જીલ્લાના મહેન્દ્રનગર, ઘુંટુ, લાલપર, મકનસર, સનાળા-રાજપર રોડ તથા રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારમાં બંધ રહેણાંક મકાન, દુકાન તથા કોલેજ હોસ્ટેલ વિગેરે જગ્યાએથી દરવાજાના નકુચા તથા તાળા તોડી સોના ચાંદીના દાગીના, રોકડ રૂપીયા આશરે ૪,૧૦,૦૦૦, કપડા, ખાધ્ય ચીજ વસ્તુ વિગેરેની કૂલ ૧૧ ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

આરોપીઓએ ચોરની મુદામાલ મધ્યપ્રદેશમાં વેચી નાખેલો
આરોપીઓએ ચોરીમાંથી મળેલ રોકડા રૂપીયા સરખે ભાગે વહેચી નાખ્યા હતા અને સોના ચાંદીના દાગીના મધ્યપ્રદેશના જોબટ ખાતે લીંબડા ચોકમાં આવેલ ભારૂ સોની અને વિશાલ સોનીને વેચી નાખેલની કબુલાત આપેલ છે. તો ચાર આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરી કરવાના સાધનો લોખંડના સળીયા, પક્કડ, ડીસમીસ, વાંદરીપાનું મળી કી.રૂ.૧૦૦/-, એસ.ટી. બસની ટિકિટ નંગ-૨ કી.રૂ.૦૦, ડાયરી -૧, ચાંદીના દાગીના ૨૪૭.૦૬ ગ્રામ આશરે કી.રૂ.૫૦૦૦/-, રોકડા રૂપીયા ૧૧૫૦૦/-, મોબાઇલ ફોન નંગ-૫ કી.રૂ.૨૫૦૦/- મળી કૂલ રૂ.૧૯,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલા આરોપી પૈકીના લાલસીંગ નારસીંગ અજનાલ અગાઉ મહારાષ્ટ્ર (મુંબઇ), તામીલનાડુ, બેગ્લોર ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચુકેલ છે. તેમજ રાજસ્થાન, રાજકોટ તથા મોરબી જીલ્લાના ઘરફોડ ચોરીના ગુનામાં પકડવાનો બાકી છે. જયારે આરોપી મોતીયાસીંગ ઉર્ફે મુકલો છગનભાઇ અજનાલ અગાઉ જુનાગઢ જીલ્લામાં ઘરફોડ ચોરીના ચાર ગુન્હાઓમાં પકડાયેલ છે.

Comments
Loading...
WhatsApp chat