મોરબી પોલીસ હેડક્વાર્ટર ખૂન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પોલીસ હેડક્વાર્ટર પાસે થયેલ યુવાન હત્યા કેસમાં વધુ એક આરોપીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાંથી જામીન મળતા આરોપીનો જામીન પર છુટકારો થયો છે

        મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી રાકેશ છોટેલાલ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ અજાણ્યા પુરુષને ગેરકાયદેસર મંડળી રચી માર મારી મોત નીપજાવ્યું છે જેમાં તાલુકા પોલીસે રાતાવીરડાના રહેવાસી આરોપી બેચર કુકાભાઈ રીબડીયાની ધરપકડ કરી હતી અને આરોપી તરફે મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપીને સહ આરોપીના નિવેદનોને લઇ ખોટી રીતે ગંભીર ગુન્હામાં સંડોવી દીધો છે હત્યામાં સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને જામીન પર મુક્ત કરવા દલીલ કરી હતી અને આરોપી તરફે ના વકીલની દલીલને માન્ય રાખી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપીને ૧૦ હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે

        આરોપી તરફે મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, સુનીલ માલકીયા, જીતેન્દ્ર સોલંકી રોકાયેલ હતા

Comments
Loading...
WhatsApp chat