



મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી મિલકતોનો વેરો નહિ ભરનાર આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ ચીફ ઓફિસરે આપ્યા છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું છે કે પાલિકાની વેરા વસુલાતની આવક ઘટી જવા પામી છે બીજી તરફ પાલિકા દ્વારા વિવિધ વિકાસ કામો થઇ રહ્યા હોય જેથી વિકાસ કાર્યોમાં અવરોધ પેદા થઇ રહ્યા છે જેથી વેરો નહિ ભરનાર આસામીઓ વિરુદ્ધ પાલિકા તંત્રએ કાર્યવાહી શરુ કરી છે જેમાં ૧ લાખથી વધુનો બાકી વેરો હોય તેવા ૨૨ આસામીઓને નોટીસ આપવામાં આવી છે અને નોટીસ છતાં વેરો નહિ ભરે તો આસામીઓના નામો હોડીંગ્સમાં દર્શાવવામાં આવશે તેમજ પાણી અને ગટરના કનેક્શન કાપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું

