મોરબી-માળીયામાં બાઈક ચોરી કરનાર બે ઈસમોને દબોચી લીધા




મોરબી અને માળીયા પંથકમાંથી વધુ બે બાઈકની ચોરી થઇ હોય જે બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા માળીયા પોલીસની ટિમ કાર્યરત હોય જેમાં ઈ ગુજકોપ પોકેટ એપના માધ્યમથી બે ઈસમોને ઝડપી માળીયા પોલીસે બે બાઈક ચોરીના ગુન્હાના ભેદ ઉકેલી નાખ્યા છે
મોરબી જિલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઈ જે.ડી. ઝાલાની ટિમ વાહન ચેકીંગમાં હોય દરમિયાન બે શંકાસ્પદ ઈસમોને અટકાવી મોટરસાયકલ નં જીજે 3 ઇડી 8885 બાઈક અંગે મોબાઈલ પોકેટ એપ્લિકેશનની ડિટેઇલ તપાસતા નંબર પ્લેટ ખોટી હોવાની જણાયું હતું જેથી બાઈક સવાર અયુબ અકબર મોવર રહે માળીયા વાળો અને રસુલ અબ્દુલ મોવર રહે માળીયા એ બંનેની અટકાયત કરતા આરોપીઓ ચોરીનું બાઈક લઈને નીકળયા હોય જે ટીમ્બડી પાટિયા પાસેથી ચોરી કર્યું હોય અને વધુ પૂછપરછમાં વધુ એક બાઈક માળીયાથી ચોરી કર્યાની કબૂલાત આપતા બંને ચોરીના બાઈક રિકવર કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



