Billboard ad 1150*250

મોરબીમાં મંજુરીવાળા ગેસીફાયરવાળા યુનિટોને દંડ ફટકારી કર્યો છે અન્યાય

0 156
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

સંસ્થા અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

        મોરબીના સિરામિક એકમો અગાઉ કોલગેસીફાયર વાપરતા હોય અને જેના લીધે થયેલ પ્રદુષણ મામલે હાલ જે દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે આ મામલે સંસ્થા દ્વારા સીએમને પત્ર પાઠવીને આ દંડ અન્યાયી હોવાનું જણાવ્યું છે

        ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સૌરાષ્ટ્ર જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબીના સિરામિક ઉદ્યોગે વિશ્વમાં પોતાની નામના મેળવી છે અને સરકારને ટેક્સ કમાઈ આપવામાં અગ્રેસર છે હાલમાં મોરબીના સીર્મૈક યુનિટમાં કોલગેસીફાયર વાળા યુનિટોને જીપીસીબી દ્વારા કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જે અન્યાયકર્તા છે મોરબીના સિરામિક યુનિટોને પહેલા ગેસીફાયર મંજુરી આપવામાં આવતી હતી અને ત્યારબાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ગેસીફાયર ને બંધ કરવામાં આવ્યા અને કંપની દ્વારા સિરામિક યુનિટો મે તજજ્ઞોની મદદથી ગેસીફાયરની નવી ડીઝાઇન બનાવવામાં આવી જે ડીઝાઇન બનાવનાર કંપનીઓ દ્વારા જીરો પોલ્યુશન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ડીઝાઇનને મંજુરી આપનાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ટ્રાયલ રન કરી મંજુરી આપી હતી આમ બધી ચકાસણી બાદ બોર્ડના અધિકારી, તજજ્ઞો અને નિષ્ણાંતો દ્વારા મંજુરી અપાઈ હતી ત્યારબાદ મંજુરીવાળા ગેસીફાયરને નામંજુર કરી દેવાતા તમામ યુનિટો નેચરલ ગેસ પર પોતાના સિરામિક યુનિટો ચલાવી રહ્યા છે ત્યારે ભૂતકાળમાં મંજુરી લઈને ગેસીફાયર ચલાવવા પર અત્યારે આકરા દંડ ફટકારવા તે અન્યાય કર્તા છે પ્રદુષણ માટે જવાબદાર કોલગેસીફાયરની ડીઝાઇન બનાવનાર, ડીઝાઇન ચકાસનાર અને મંજુરી આપનાર તેમજ પ્રદુષણ બોર્ડને શા માટે જવાબદાર ના ઠેરવવા જોઈએ તેવા સવાલો કર્યા છે તેમજ હાલ જે સિરામિક યુનિટો સામે કઠોર પગલા લેવાયા છે તે અંગે યોગ્ય કરવાની માંગ કરી છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat