શિક્ષણાધિકારી કચેરીમાં ધારાસભ્ય અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ !

અપશબ્દો બોલી અધિકારીને મારવા સુધીની બીક પણ બતાવી હોવાના આક્ષેપ

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોઈએ કલ્પના પણ ના કરી હોય તેવો બનાવ બન્યો હતો શાળાની રજૂઆત મામલે આવેલા ટંકારા-પડધરીના ધારાસભ્યએ અધિકારી સાથે અપશબ્દ કરી મારવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે માળીયાના મીટીગ માં ગયા હતા અને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિત કગથરા કચેરીએ આવ્યા હતા જ્યાં ક્લાસ ૨ અધિકારી નીલેશભાઈ રાણીપાએ ધારાસભ્ય સાથે વાતચીત કરી હતી અને પાનેલી ગામની શાળા મામલે જે રજૂઆત હતી તે બાબતે ઉપર વાત થઇ ચુકી છે અને જરૂરી ડોક્યુમેન્ટ બાદ આગળ કાર્યવાહી થશે તેવો વિવેકપૂર્ણ જવાબ આપ્યો હોવા છતાં ધારાસભ્ય ઓચિંતા ઉગ્ર બની ગેરવર્તન કરવા લાગ્યા હતા અને અધિકારી સાથે બેફામ વાણી વિલાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય ભાન ભૂલી ગયા હતા

જેને અધિકારીને શિક્ષણાધિકારી ચેમ્બરમાંથી બહાર જવાનો હુકમ કર્યો હતો અને અધિકારી કોઈ વિવાદ ઈચ્છતા ના હોય જેથી ચુપચાપ બહાર નીકળી પોતાની ચેમ્બરમાં ગયા હતા જોકે ત્યાં પાછળ જઈને ફરી ધારાસભ્ય બેફામ અપશબ્દોનો વરસાદ વરસાવીને તેણે મારવાનો પ્રયાસ કર્યો હોવાનું ભોગ બનનાર અધિકારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

અધિકારીએ ગોળગોળ જવાબ આપ્યા : ધારાસભ્ય

વિવાદ મામલે ધારાસભ્ય લલીતભાઈ કગથરાનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે તે પાનેલી ગામની શાળાની રજૂઆત માટે ગયા હતા જ્યાં તેણે અધિકારીએ ગોળગોળ જવાબો આપ્યા હતા આ શાળા મામલે તેણે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરી છે શાળા જલ્દી શરુ થાય તો ગરીબ વિદ્યાર્થીઓને લાભ મળે જોકે અધિકારી ધારાસભ્યને પણ ગણકારતા ના હોય અને ગોળગોળ જવાબ આપતા હોય જેથી ઉગ્ર બોલાચાલી થઇ હોવાનું સ્વીકાર્યું હતું

Comments
Loading...
WhatsApp chat