


મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં રવિવારે રાત્રીથી મેઘમહેર જોવા મળી રહી છે તો ચાર તાલુકામાં સોમવારે પણ ધીમી ધારે વરસાદ વરસતા મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે જેથી ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મોરબી જીલ્લામાં રવિવારે મોડી રાત્રીથી મેઘ મહેર શરુ થઇ હતી રાત્રી દરમિયાન એકધારો વરસાદ વરસ્યો હતો તેમજ સોમવારે પણ સવારથી સાંજ સુધી મોરબી જીલ્લામાં એકધારી મેઘમહેર જોવા મળી હતી ધીમી ધારે એકધારો વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તો ખેડૂતોના ઉભા પાક સુકાઈ જવાની અણી પર હોય જેને નવજીવન મળ્યું હતું
જેમાં રવિવારે રાત્રીથી સોમવારે સાંજે ૬ સુધીમાં મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં ૫૧ મીમી, માળિયા તાલુકામાં ૧૩ મીમી, ટંકારા તાલુકામાં ૩૫ મીમી, હળવદ તાલુકામાં ૧૦૮ મીમી અને વાંકાનેર તાલુકામાં ૪૧ મીમી વરસાદ નોંધાયો છે
સ્ટેશન રોડ પર વીજશોક લાગતા વાછરડાનું મોત
મોરબી શહેરના સ્ટેશન રોડ પર જડેશ્વર મહાદેવ મંદિર પાસે વીજશોક લાગતા એક વાછરડાનું મોત થયું હતું જે બનાવને પગલે જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી