મોરબી જીલ્લામાં કોરોનાના રેકર્ડબ્રેક ૩૭૩ કેસ નોંધાયા, એક્ટીવ કેસ ૧૬૮૩ થયા

આજે ૭૬ દર્દીઓ સ્વસ્થ થયા

 

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહયો છે જેમાં આજે મોરબી જીલ્લામાં રેકર્ડબ્રેક કોરોનાના નવા ૩૭૩ કેસ નોંધાયા છે અને એક્ટીવ કેસનો આંક ઉછળીને ૧૬૮૩ પર પહોંચી ગયો છે

 

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૩૭૩ કેસોમાં મોરબી તાલુકાના ૨૮૬ કેસો જેમાં ૧૨૧ ગ્રામ્ય અને ૧૬૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૧૩ કેસો જેમાં ૦૬ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૨૦ કેસો જેમાં ૧૯ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૩૯ કેસો ગ્રામ્ય પંથકમાં અને માળિયા તાલુકાના ૧૫ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૩૭૩ કેસો નોંધાયા છે આજે વધુ ૭૬ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૬૮૩ થયો છે

Comments
Loading...
WhatsApp chat