Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૭૮ કેસ નોંધાયા, આજે ૧૮ દર્દીઓ સ્વસ્થ થયા

 

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે જેમાં આજે જીલ્લામાં નવા ૭૮ કેસો નોંધાયા છે તો આજે ૧૮ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે

મોરબી જીલ્લામાં આજે નવા કેસોમાં મોરબી તાલુકાના ૬૫ કેસો જેમાં ૨૦ ગ્રામ્ય અને ૪૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૩ કેસો શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં જયારે ટંકારા તાલુકાના ૦૭ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૭૮ કેસો નોંધાયા છે આજે જીલ્લામાં ૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૩૭૭ થયો છે

Comments
Loading...
WhatsApp chat