Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૫૭ કેસ, વધુ ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા

એક્ટીવ કેસનો આંક ૨૪૦ પર પહોંચ્યો

 

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં અસાધારણ ગતિએ વધારો થઇ રહ્યો છે જેમાં આજે કોરોનાના નવા ૫૭ કેસો નોંધાયા છે તો ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં ૪૮ કેસો જેમાં ૧૫ ગ્રામ્ય અને ૩૩ કેસો શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકામાં ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં, હળવદ તાલુકાના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી, ટંકારાના ગ્રામ્ય પંથકમાં ૦૩ કેસો અને માળિયાના ગ્રામ્ય પંથકમાં ૦૧ કેસ મળીને નવા ૫૭ કેસો નોંધાયા છે તો આજે મોરબી, હળવદ અને ટંકારામાં ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

મોરબી જીલ્લામાં આજે નવા ૫૭ કેસો નોંધાતા એક્ટીવ કેસનો આંક ૨૪૦ થયો છે અને કોરોના કેસોમાં પ્રતિદિન ૫૦ થી વધુનો વધારો થઇ રહ્યો છે ત્યારે નાગરિકો હવે ગંભીર બને અને સાવચેતી રાખે તે સૌના હિતમાં છે

Comments
Loading...
WhatsApp chat