Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૬ કેસ નોંધાયા, વધુ બે શાળામાં કોરોના પહોંચી ગયો

આજે આઠ દર્દીઓ સ્વસ્થ થયા

 

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે નવા ૨૬ કેસો નોંધાયા છે જેમાં બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તો આજે આઠ દર્દીઓ સ્વસ્થ થયા છે

મોરબી જીલ્લામાં આજે નવા ૨૬ કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૩ અને શહેરી વિસ્તારમાં ૨૦ કેસો, ટંકારાના ગ્રામ્ય પંથકમાં ૦૨ અને માળિયાના ગ્રામ્ય પંથકમાં ૦૧ કેસ મળીને નવા ૨૬ કેસો નોંધાયા છે તો આજે વધુ ૦૮ દર્દીઓ સ્વસ્થ થયા છે

મોરબી જીલ્લાની શાળાઓમાં કોરોનાનો પગપેસારો સતત વધી રહ્યો છે જેમાં આજે સાર્થક અને સેન્ટ મેરી સ્કૂલના ૧-૧ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૪૨ થયો છે

Comments
Loading...
WhatsApp chat