મોરબી સર્વોપરી સંકુલમાં ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

મોરબી તાલુકા નું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન સર્વોપરી શૈક્ષણિક સંકુલના આહલાદક વાતાવરણમાં યોજાયુ. જેમાં જુદા જુદા વિભાગોને કુલ ૪૬ કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા. આ પ્રદર્શન ના પ્રથમ દિવસે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન શ્રી ચંદ્રમોલિ જોશી સાહેબ તેમના મેથ્સ મેપ્સ on wheels ના ૪૦૦ જેટલા ગાણિતિક મોડેલો સાથે ઉપસ્થિત રહ્યા. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પશ્ચિમના દેશોની સાપેક્ષે ભારતે હજુ ઘણું બધું કરવાની જરૂર છે એ બાબતે તેમનું પ્રેરણાત્મક માર્ગદર્શન સૌને મળ્યું. આ ઉપરાંત આગામી વર્ષના વિજ્ઞાનમેળામાં કૃતિઓ નવીન્યપૂર્ણ  રહે તે માટે વિષયના તજજ્ઞો ઉપરાંત ઇસરો જેવી સંસ્થાઓના એક્સપર્ટ્સ પણ હાજર રહે એ માટે પોતાના સંપૂર્ણ સહકારની તેમણે પ્રતિબદ્ધતા દર્શાવી. વિજ્ઞાન મેળાના બીજા દિવસે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાદુના પ્રયોગો પાછળનું વિજ્ઞાન અને વિવિધ કરામતો નું નિદર્શન કરવામાં આવ્યું. મોરબી બીઆરસી પરિવાર તેમજ તાલુકા પંચાયત ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ વિજ્ઞાન મેળામાં સંઘના વિવિધ હોદ્દેદારો, સીરામીક એસોસિયેશનના નરેન્દ્ર ભાઈ પટેલ સેન્ડી એન્ટરપ્રાઇઝ તરફથી હરેશભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી.

 

Comments
Loading...
WhatsApp chat