Billboard ad 1150*250

વેપારીએ વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી આપવા છતાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી શું કર્યું ?

0 1,544

મોરબીના ચાચાપર ગામે રહેતા યુવાનને વીસ ટકા વ્યાજે રૂપિયા લીધા રકમ ચૂકવી આપી હોવા છતાં વ્યાજખોરો ત્રાસ આપતા હોવાથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના ચાચાપર ગામમાં રેહતા અને સિરામિક રો મટીરીયલ નો વ્યવસાય કરતા વિશાલભાઈ પ્રાણજીવનભાઈ સ્નીયારા ઉ.વ.૨૭ વાળાએ અલગ અલગ સમયે નિમલ આહીર રહે.દલવાડી સર્કલ નજીક અને લખન ગોગરા રહે.કોયલી વાળા પાસેથી જરૂરિયાત મુજબ ૭ લાખ જેવી રકમ રૂપિયા ૨૦ ટકાના વ્યાજે ઉછીની લીધી હતી જે રકમ વ્યાજ સહિત આ વેપારી આ શખ્સોને પરત પણ આપી દીધી હતી છતાં પણ આ શખ્સો રૂપિયાની ઉઘરાણી કરતા હતા જેમાં નિર્મલ આહીર નામના શખ્સે ફરીયાદી ના ઘરે જઈ ગાળાઓ આપી રૂપિયાની ઉઘરાણી કરી હતી તો લખન ગોગરાએ ફોન પર ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી હતી જેથી ફરિયાદ બને શખ્સો થી કંટાળી ને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તપાસ કરતા બને શખ્સો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat