મોરબીમાં મિત્રની મશ્કરી કરનાર યુવાનને માર માર્યો

 

મોરબીમાં યુવાન તેના મિત્ર સાથે મજાક મશ્કરી કરતો હોય જે અન્ય એક શખ્સને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈને યુવાનને ગાળો આપી માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામે રહેતા નીતિનભાઈ ઘનજીભાઈ સોલંકી (ઉ.૨૪) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે તે તેના મિત્ર સાથે મજાક મશ્કરી કરતા હોય તે આરોપી શ્રીપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલાને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈને ફરિયાદી નીતિનભાઈને જાહેરમાં ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી પાવડાના હાથા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat