મોરબીમાં યુવાન પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાનને કોઈ બાબતે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ તેના પર જીવલેણ હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની મળતી વિગત મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ નગર માં રેહતા જયદીપ ભીખુભાઇ કોટક એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે તેનો ભાઈ રાજેશ રીક્ષા ચલાવે છે તે સાંજના પોતાની રીક્ષા લઈને મહેન્દ્રનગર નજીક આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં ફેરો કરવા ગયો હતો ત્યારે ત્યા કામ કરી રહેલા નરવત રામસિંગ નાયક થતા બે અજણાય માણસો સાથે કોઈ બાબત માથાકૂટ થતા આ ત્રણેય શખ્સોએ રિક્ષાચાલક યુવાનને લોખડના પાઇપ વડે પેટ તેમજ માથાના ભાગે માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવાન ગભીર રીતે ઘાયલ થતા હુમલો કરનાર 3 શખ્સોએ વિરુદ્ધ 307 હત્યાનો પ્રયાસ સહિતની કલમો સાથે ગુનો નોંધી જેની વધુ તપાસ બી ડિવિઝન પી.આઈ. વિરલ પટેલ ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat