મોરબીમાં પ્રેમીપંખીડાએ સજોડે દવા પીધી, યુવતીનું મોત જયારે યુવકની હાલત ગંભીર

 

મોરબી તાલુકાના પીપળીયા ગામના રહેવાસી પ્રેમીપંખીડાએ આજે સજોડે દવા પી લીધી હતી જે બનાવમાં યુવતીનું કરુણ મોત થયું હતું જયારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે

 

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળીયા ગામના રહેવાસી જોશનાબેન સોમાભાઈ દેલવાણીયા (ઉ.વ.૨૨) અને વિનોદ ભવાનભાઈ દેલવાણીયા (ઉ.વ.૨૨) વાળા પ્રેમીપંખીડાએ સજોડે દવા પી લેતા જોશ્નાબેન દેલવાણીયા નામની યુવતીનું મોત થયું હતું તો વિનોદભાઈ દેલવાણીયાની હાલત ગંભીર છે જે બંને પીપળીયા ગામના રહેવાસી હોય અને કૌટુંબિક સગા થતા હોવાનું પણ જાણવા મળ્યું છે જે મામલે પરિવાર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવક અને યુવતી બુધવારે ઘરેથી નીકળી ગયા બાદ આજે વાવડી ગામ નજીક ઈશ્વરીય મહાદેવ મંદિર પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે જયારે યુવાન ગંભીર હાલતમાં લાયન્સનગર વિસ્તારમાંથી મળી આવ્યો હતો જેથી યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે

 

પ્રેમી પંખીડાએ ક્યાં કારણોસર દવા પીધી તે સ્પષ્ટ થયું નથી બુધવારે ઘરેથી નીકળી ગયા બાદ ત્રણ દિવસ ક્યાં હતા તેમજ બંને સાથે નીકળ્યા હોય તો યુવતીનો મૃતદેહ વાવડી ગામ અને યુવાન ગંભીર હાલતમાં લાયન્સનગરમાંથી એમ અલગ અલગ સ્થળેથી મળી આવતા તે પણ તપાસનો વિષય બની રહે છે તો દવા પીવાનું કારણ પણ હજુ જાણવા મળ્યું નથી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat