Billboard ad 1150*250

મોરબીમાં પત્નીને દવાખાને નહિ પરંતુ ભૂવા પાસે લઇ જનાર પતિને બે વર્ષની કેદ

0 1,159
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી તાલુકામાં પત્નીએ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે પતિ ભૂવા પાસે લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસનો આજે કોર્ટે ચુકાદો આપીને પતિને ભૂલ ગણીને ૨ વર્ષની કેદ તથા રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો છે.
    

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકામા વિસ્તારમાં રેહતી મીનાબેન ભગવાનજીભાઈ ચાવડાએ બે વર્ષ પેહલા ઝેરી જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ મૃતક મીનાબેનના બહેને મીનાબેનના પતિ ગોરધનભાઇ ભગવાનજીભાઈ ચાવડા અને સાસુ પુરીબેન ભગવાનજીભાઈ ચાવડા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના બહેન મીનાબેનને તેમના પતિ અને સાસુએ ચારિત્ર્ય પર શંકા કરી શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈને મીનાબેને જંતુનાશક દવા પીને આપઘાત કર્યો હતો .અને મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ તેમને દવાખાનામા લઈ જવાને બદલે વાકેનર નજીકના ગામમાં ભુવા પાસે  લઈ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમના શરીરમા ફેલાઈ ગયું હતું.

જેથી તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં તાલુકા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ ડીસ્ટ્રીકટ કોર્ટમાં એ.ડી.ઓઝા સાહેબમાં ચાલી જતા કોર્ટે અલગ અલગ પુરાવાઓને ધ્યાને રાખી સાસુને નિર્દોષ છોડ્યા હતા. જ્યારે ભૂવા પાસે પત્નીને લઈ જનાર પતિને બેદરકારી બદલ તેને ૨ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat