મોરબીમાં બંદૂકની અણીએ દુકાનદારને લુંટ્યો, પોલીસ દોડી જઈ ગુન્હો નોંધ્યો

ગત રવિવારે આવેલા ગુજરાતના ગૃહમંત્રીએ આંકડા દર્શાવીને એવું નિવેદન આપ્યું હતું કે મોરબીમાં ક્રાઇમ રેટ ઓછો છે. જયારે પરિસ્થતિ તદ્દન વિપરીત છે.મોરબી જિલ્લામાં સબ સલામત હોવાના દાવા વચ્ચે બુધવારે સાંજે બંધુકની અણીએ લુટની ઘટના સામે આવી હતી. દુકાનમાં મોબાઈલના કાચ નાખવાના બહાને બે શખ્સ ઘુસ્યા હતા અને બંધુકની અણીએ રૂ.૨૫ હજારની લુંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. આ મુદ્દે દુકાનદારે મોરબી તાલુકા પોલીસમાં બન્ને ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.બંને શખ્સોને પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જેમાં ફરીયાદી મોન્ટુ ચુનિલાલ કાલરીયાએ જણાવ્યું હતું કે,  ઉંચીમાંડલ ગામ પાસે, બાલાજી કોમ્પ્લેક્ષમાં આવેલી તેમની મોબાઈલની દુકાનમાં ૪ વાગ્યાની આસપાસ બે શખ્સ મોબાઈલ શોપમાં મોબાઈલના ટફન ગ્લાસ નાખવાના બહાને ઘુસ્યા હતા. જે પૈકી એક માણસે ગન કાઢી મોન્ટુભાઈ પાસે રૂપીયાની માંગણી કરી હતી. પરંતુ મોન્ટુભાઈએ ના પાડતા બંધુકધરી ઇસમેં તેમની સામે ગન તાકી ભય બતાવી રૂપીયા ૨૦,૦૦૦/- થી ૨૫,૦૦૦/- ની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ઇ.પી.કો. કલમ-૩૯૭, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ- ૨૫(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

નોંધનીય છે કે, હજુ ત્રણ દિવસ પહેલા ગૃહમંત્રી મોરબી મુલાકાત લઇને ગયા હતા અને ગુનાખોરી ઘટી હોવાનું અને સ્થિતિ પોલીસના કન્ટ્રોલમાં હોવાના મસમોટા દાવા કરવામાં આવ્યા હતા. જોકે બુધવારે થયેલી ઘટનાથી મોરબીમાં ગુનેગારો બેફામ હોય અને પોલીસ ગુના રોકવામાં વામણી પુરવાર થઇ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

Comments
Loading...
WhatsApp chat