


મોરબી સમગ્ર પંથક કૃષ્ણમય બન્યું છે અને ઠેર-ઠેર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે છે.તેમજ હિંદુ સંગઠનો દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો પર રથયાત્રા યોજીને મટકી ફોડ કરવામાં આવી હતી.
નંદ ઘેર આનંદ ભયોના નાદથી આજે મોરબી શહેરની ગલીઓ ગુંજી ઉઠશે જગતના નાથ એવા કાનુડાના જન્મોત્સવને વધાવવા મોરબીએ ગોકુળીયો શણગાર સર્જ્યો છે અને મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરથી વિશ્વ હિંદુ પરિષદની આગેવાનો હેઠળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરમાં ૨૦ થી વધુ સ્થળોએ મટકીફોડ સાથે અંગ કસરતના દાવો તેમજ રાસ ગરબાની રમઝટ જામી હતી.
તેમજ સામાન્ય રીતે કાનુડાને ખંભા પર બેસાડીને મટકી સુધી લઇ જવામાં આવે છે પરંતુ તેની જગ્યા એ બાળ ગોપાલ મિત્ર મંડળ ગ્રુપ નાગનાથ શેરી દ્વારા કાનુડાને કાર માં બેસાડીને ગ્રીનચોક થી નાગનાથ મહાદેવ મંદિર સુધી રથયાત્રા યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો જોડાયા હતા ને બાદમાં નાગનાથ મહાદેવ મંદિરે પહોચીને મટકી ફોડ કરવામાં કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે સાથે અખાડાના દાવ પણ યોજવામાં આવ્યા હતા.
જુઓ વિડીયો…………….