હળવદમાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા, ડિસ્કો તેલના ૮૩ ડબ્બા જપ્ત

 

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે આજે આરોગ્ય વિભાગની ટીમે હળવદની ઓઈલ મિલ પર દરોડા કર્યા હતા જેમાં રાધે ઓઈલ મિલમાંથી ૮૩ ડિસ્કો તેલના ડબ્બા મળી આવતા તંત્ર દ્વારા મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

 

આજે મોડી સાંજના સમયે હળવદ- કોયબા રોડ પર આવેલ કિસાન વેરહાઉસના ગોડાઉન વિસ્તારમાં રાધે ઓઈલ મીલમાં ડિસ્કો તેલનું પેકીંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા કલેકટરની સુચનાથી જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને હળવદ મામલતદારની ટીમે રાધે મીલ ઓઈલ મીલમાં દરોડો પાડતા ડિસ્કો તેલનું પેકીંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

 

મામલતદાર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૮૩ ડબ્બા ડિસ્કો તેલના જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માત્ર બે પૈસાની લાલચે લોકોનું આરોગ્ય જાખમાય તેવા તેલનો વેપલો કરતા તત્વો મેદાને પડયા છે. જિલ્લા કલેકટર આર.જે.માકડીયાની સુચનાથી હળવદ મામલતદાર વી.કે. સોલંકી, જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી નાંઢા સહિતના સ્ટાફે રાધે ઓઈલ મીલમાં દરોડો પાડી ૮૩ ડિસ્કો તેલના ડબ્બા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat