Billboard ad 1150*250

મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે જમીનના શેઢા બાબતે કુટુંબી ભાઈ વચ્ચે ડખ્ખો

0 797

મોરબીના કૃષ્ણનગર કોયલી ગમે જમીન બાબતે ચાર શખ્સોએ આધેડને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના કૃષણનગર કોયલી ગામે રહેતા વાસુરભાઈ ચકુભાઈ જીલરીયા (ઉ.૫૮) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કુટુંબી ભાઈ રણમલભાઈની જમીન ફરિયાદી વાસુરભાઈના શેઢે આવેલ હોય અને તે પોતાના ખેતરના શેઢે પાળો બાંધવા માટી નાખેલ હોઈ જે આરોપી રણમલભાઈ માણદભાઈ જીલરીયાને સારું નહિ લાગતા આરોપી હકાભાઇ છગનભાઈ જારીયાની બોલેરો પીકઅપ ગાડીમાં પથ્થરો તથા ઇંટો તથા લાકડી જેવા હથિયાર લઇ આવી આરોપી સુરેશભાઈ છગનભાઈ જારીયા, ભરતભાઈ લખમણભાઈ જારીયા અને રણમલભાઈ માણદભાઈ જીલરીયાએ ગાળો આપી છુટા પથ્થરો તથા ઈંટના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઈ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat