Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખેલ મહાકુંભ મોરબી જીલ્લાકક્ષામાં નવયુગ અવ્વલ નંબરે

ખેલ મહાકુંભ ૨૦૧૮ ની મોરબી જીલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાઈઓ વિભાગમાં એક તરફી જીત મેળવી નવયુગે સમગ્ર મોરબી જીલ્લામાં યોગાસન સ્પર્ધામાં નામ ગુંજતું કરેલ છે

અન્ડર ૧૪ વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં ગોધવિયા ભવ્ય પ્રથમ નંબરે જયારે કામરીયા ક્રીશ દ્વિતીય નંબરે આવેલ છે અન્ડર ૧૭ વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં સેરસીયા આદિત્ય પ્રથમ નંબરે અને અઘેરા હિત દ્વિતીય નંબરે આવેલ છે જયારે ઓપન એજમાં પટેલ તરુણભાઈ પ્રથમ આવેલ છે

જયારે રીધેમાંક યોગા અન્ડર ૧૪ માં ગોધાવિયા ભવ્ય પ્રથમ, સુવારીયા વ્રજ તૃતીય અને દેલવાડીયા દીપ ચોથા ક્રમે પસંદગી પામ્યા છે અને ઓપન એજમાં પટેલ તરુણભાઈ (નવયુગ વિદ્યાલય) પ્રથમ ક્રમે આવેલ છે

મોરબીમાંથી કુલ ૨૪ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે જેમાંથી ૨૦ વિદ્યાર્થીઓ માત્ર નવયુગમાંથી જ પસંદગી પામ્યા છે જીલ્લામાંથી પસંદગી પામીને રાજ્યકક્ષાએ જનાર વિદ્યાર્થીઓને નવયુગના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા છે

Comments
Loading...
WhatsApp chat