જોધપર ગામે ફટાકડાની દુકાનમાં લાગેલ આગ સાત કલાક બાદ કાબુમાં

મોરબીના જોધપર ગામે રાત્રીના સમયે ફટાકડા દુકાનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને આગને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો

મોરબી નજીકના જોધપર ગામમાં આવેલી કિરાણા દુકાન માં ફટાકડા વેંચતા હોય જેમાં રાત્રીના સમયે આગ ફાટી નીકળી હતી અને ફાયરની ટીમને જાણ કરવામાં આવતા તુરંત ફાયરની એક ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ વધુ વિકરાળ બનતા અન્ય બે ફાયરની ગાડીઓ દોડી જઈને પાણીનો મારો ચલાવીને આશરે સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગના કારણે દુકાનનો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થયો હતો

તેમજ મધ્યરાત્રીના મોરબીના રવાપર રોડ પર આવેલ ઉમિયા ચોક વિસ્તારમાં કારમાં અચાનક લાગ લાગી હતી.કારમાં આગની જાણ થતા ફાયરની ગાડી દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયરની ટીમના વિનયભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ, જયપાલસિંહ, રાયધનભાઈ, હિતેશભાઈ દવે, ધર્મેન્દ્ર ડાભી, રાજુભાઈ મહેતા અને પ્રીતેશ નગવાડીયા સહિતની ટીમે આગને કાબુમાં લાવવા જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat