Billboard ad 1150*250

હળવદમાં ભાજપ મહામંત્રી સહીત છ સામે જમીન પચાવી પાડવાનો ગુન્હો નોંધાયો

ઢવાણા ગામે સિંચાઈ વિભાગની જમીન પચાવ્યાનો આરોપ

0 545

હળવદ તાલુકાના ઢવાણા ગામમાં સિંચાઈ વિભાગ હસ્તકની સરકારી જમીન પચાવી પાડવા સબબ હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સહીત છ સામે જમીન પચાવી પાડવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

હળવદ કચેરી સિંચાઈ પેટા વિભાગ ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર કિશનભાઈ લીમ્બડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કાળુભાઈ માવજીભાઈ, વનરાજભાઈ રૂપાભાઇ, પ્રતાપભાઈ માવજીભાઈ, વિજયભાઈ રૂપાભાઇ, અનિલભાઈ અમરશીભાઈ અને ભાજપ મહામંત્રી સંજય રૂપાભાઇ રહે બધા શીરોઈ તા. હળવદ વાળાએ શીરોઈ નવા ગામતળની જમીન નાયબ કલેકટર જમીન સંપાદન અને પુનઃ વસવાટ સિંચાઈ રાજકોટ હસ્તકની સરકારની હોય

જે જમીનમાં આવેલ પ્લોટ ૩૨ થી ૩૯ ની જમીન પર ગેરકાયદેસર કબજો કરી જમીન પર મકાનો બનાવી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat