



હળવદ શહેરમાં આજે નજીવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને છુટા હાથની મારામારી થવા પામી હતી જેમાં બાઈક અથડાતા બે જૂથ સામસામે આવી ગયા બાદ મારામારી કરી હતી જે મારામારીમાં ત્રણ વ્યક્તિના ઈજા થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં બાઈક અથડાયા બાદ બે જૂથ સામસામે આવી ગયા હતા બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં પાઈપ અને ધોકા વડે બંને જૂથ સામસામે એકબીજા પર તૂટી પડ્યા હતા જે બનાવમાં બળદેવભાઈ, વિપુલભાઈ અને અનિલભાઈ એમ ત્રણ વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે



