

બી ડીવીઝન પોલીસે બે આરોપીને ઝડપાયા
મોરબીના સોઓરડી વિસ્તારમાં અગાઉના ઝધડાનો ખાર રાખી પાંચ શખ્સોએ મહિલા પર જીવલેણ હથિયાર વડે હુમલો કરી ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા પુષ્પાબેન જગજીવનભાઈ જાદવ (ઉ.૩૫) સાથે આરોપી રસીદ રહીમ સમા, રસીદના પત્ની, રસીદની માતા, રસીદના ભાઈ ફીરાજ અને ફીરાજના પત્નીને અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી જીવલેણ હથિયાર વડે પુષ્પાબેનના માથાના તથા છાતીના ભાગે ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હોવાની ફરિયાદ પુષ્પાબેનએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી રસીદ રહીમ સમા અને રસીદનાભાઈ ફીરાજને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.