Billboard ad 1150*250 Billboard ad 1150*250

સરંભડામાં જમીનના ડખ્ખામાં ડોક્ટરને ત્રણ શખ્શોએ ફડાકા ઝીંકી દીધા

 

હળવદના સરંભડા ગામની સીમમાં જમીન ડખ્ખામાં ત્રણ શખ્શોએ ડોક્ટરને ફડાકા ઝીંકી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

મોરબીના એવન્યુ પાર્કના રહેવાસી કાન્તિલાલ ગોવિંદભાઈ ઉધરેજા (ઉવ ૫૭) નામના ડોકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સરંભડા ગામની સીમમાં આવેલ વાડીએ આંટો મારવા ગયા હોય અને જમીનમાં દીવાની દાવો ચાલુ હોય જે મામલે આરોપી ચંદુ રાયસંગ કોળી, અમરશી કોળી અને અનીલ ગઢવીએ ગાળો આપી ફડાકા ઝીંકી ફરિયાદી તેમજ સાહેદ રાજેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat