


મોરબી જીલ્લા ઉમિયા પરિવાર દ્વારા આજે રજત જયંતી સમૂહ લગ્ન સમારોહનું આયોજન ચાચાપર ગામે કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્નમાં પાટીદાર સમાજના ૫૬ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા
જે સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, સહિતના પાટીદાર સમાજના રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર ૫૬ દીકરીઓને પુસ્તકોથી લઈને સોના ચાંદીના દાગીના મળીને કુલ ૮૦ તી વધુ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામા આવી હતી સાથે જ દરેક દીકરીઓને વૃક્ષ આપી એક વૃક્ષ વાવી તેનું જતન કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા
જે પ્રસંગે ઉમિયા પરિવાર સમાજ કલ્યાણ કેન્દ્ર શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અને ઉચ્ચ શિક્ષણ માટે વગર વ્યાજે લોન, સમાજની વિધવા બહેનોને સિલાઈ મશીન કામ શીખવવામાં આવશે અને સરકારી યોજના વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનુભાઈ કૈલા, જયંતીભાઈ વિડજા, મણીલાલ સરડવા, કમલેશભાઈ કૈલા, જયંતીભાઈ પડસુંબીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

