Billboard ad 1150*250

ટંકારાના બંગાવડી ગામે પવનચક્કીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો

0 108
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગામના સરપંચ અને ગ્રામજનોએ આવેદન પાઠવ્યું

Post ad 2
Post ad 3

        ટંકારાના બંગાવડી ગામ નજીક પવનચક્કીને મંજુરી ના આપવા અંગે રજૂઆત કરીને ગ્રામજનોએ વિરોધ કર્યો છે અને આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું

        ટંકારા તાલુકાના બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ શોભનાબેન દેત્રોજાના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે બંગાવડી ગામે સરકારી ખરાબામાં ત્રણ પવનચક્કી કાર્યરત છે જેને કારણે ગામમાં અવાજનું પ્રદુષણ થાય છે અને સતત અવાજને કારણે ગામ લોકોને તેની ખરાબ અસર થાય છે પશુપક્ષીના મોત થાય છે ગામમાં મજુરી માટે મજુરો આવતા નથી

ગામમાં આવેલી શાળાઓમાં પણ પવનચક્કીને કારણે અભ્યાસમાં મુશ્કેલી પડે છે બંગાવડી ગામના વૃધ્ધો ઘોંઘાટને કારણે રાત્રે અને દિવસે પૂરી ઊંઘ કરી સકતા નથી ગામમાં માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી છે

હાલમાં ગામમાં સરકારી ખરાબામાં જગ્યા વધારે ના હોય તેમજ ભવિષ્યમાં ગામના વિકાસ માટે જગ્યાની જરૂરિયાત હોવાથી કોઈપણ કંપનીને સરકારી ખરાબાની કે ગૌચરની જમીન ના ફાળવવા તથા ગ્રામ પંચાયતની મંજુરી વગર મંજુરી ના આપવામાં આવે તેવો ઠરાવ ગ્રામ પંચાયત સભામાં કરાયો છે અને કલેકટરને રજૂઆતમાં પણ પવનચક્કી કે અન્ય કોઈપણને મંજુરી ના આપવાની માંગ કરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat