Billboard ad 1150*250 Billboard ad 1150*250

અમદાવાદમાં બાઈક ચોરી કરનાર ઈસમ ટંકારાની લતીપર ચોકડીથી ઝડપાયો

 

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ મથક વિસ્તારમાં મોટરસાયકલ ચોરી કરનાર ઇસમ નાસતો ફરતો હોય જે આરોપી લતીપર ચોકડી નજીકથી ઝડપાયો છે

ટંકારા પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન અમદાવાદ સરખેજ પોલીસ મથકમાં બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજુ હરીલાલ સારેસા (ઉ.વ.૨૨) રહે હીરાપર તા ટંકારા વાળો લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે આરોપીને લતીપર ચોકડી પાસેથી ઝડપી લીધો છે અને આરોપી અંગે સરખેજ પોલીસ મથકને જાણ કરવા તજવીજ હાથ ધરી છે

જે કામગીરીમાં ટંકારા ઇન્ચાર્જ પીએસઆઈ એસ એમ રાણા, ફારૂકભાઈ પટેલ, શૈલેશભાઈ હૈણ, કલ્પેશભાઈ પટેલ સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat