Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં કોરોના કેસો સદીને પાર, નવા ૧૦૨ કેસો નોંધાયા

 

મોરબી જીલ્લામાં નાગરિકોની બેદરકારીને પગલે કોરોના કેસો બમણા થવા પામ્યા છે આજે એક જ દિવસમાં મોરબી જીલ્લામાં ૧૦૨ કેસ નોંધાયા છે તો ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજે મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકામાં ૮૫ કેસો જેમાં ૨૭ ગ્રામ્ય પંથક અને ૫૮ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકામાં ૧૨ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૯ શહેરી વિસ્તારમાં , હળવદ તાલુકાના ૦૨ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય, ૦૧ શહેરી વિસ્તારમાં , ટંકારા તાલુકાના ૦૨ કેસ ગ્રામ્ય પંથક અને માળિયા તાલુકામાં ૦૧ કેસ ગ્રામ્ય પંથક મળીને નવા ૧૦૨ કેસ નોંધાયા છે જીલ્લામાં આજે ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે

મોરબી જીલ્લામાં નવા ૧૦૨ કેસ નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૩૧૭ થયો છે કેસોમાં અસાધારણ ગતિએ વધારો થઇ રહ્યો છે ત્યારે નાગરિકો તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે

Comments
Loading...
WhatsApp chat