


મોરબીના લખધીરવાસ વિસ્તારના રહેવાસી મહિલા રીક્ષામાં જતા હોય દરમિયાન સાથે બેસેલા અન્ય બે મુસાફરો તેનો બે તોલા સોનાનો ચેન સેરવી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરવાસમાં આવેલ આર્ય સમાજ મંદિર પાસે રહેતા હર્ષાબેન પ્રદીપભાઈ દવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સીએનજી રીક્ષા નં જીજે ૦૩ બીટી ૨૬૭૩ માં વાઘપરાનાં નાકેથી જેઈલ રોડ પાસે જતા હોય ત યારે આરોપી રીક્ષા ચાલક તેમજ એક અજાણી સ્ત્રી અને અજાણ્યો પુરુષ મુસાફરી દરમિયાન તેની નજર ચૂકવી ગાળામાં પહેરેલ સોનાની કંઠી સવા બે તોલા કીમત રૂ ૭૪૦૦૦ ચોરી કરી નાસી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે