


ટંકારાના વીરપર ગામે પ્લાસ્ટિકના કારખાનામાં સગીરાનું બીજા માળેથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક આવેલ સંસ્કૃતિ પ્લાસ્ટિક નામના કારખાનામાં કામ કરતા નાનકાભાઈ માવી ભીલની ૧૫ વર્ષની દીકરી શાન્તિબહેન યુનિટમાં હોય દરમિયાન કોઈ કારણોસર બીજા માળેથી પટકાતા ગંભીર ઈજાઓ પહોચી હતી અને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસ મથકે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.