

મોરબી પંથકમાં અવારનવાર મારામારીના બનાવો બનતા રહે છે જેમાં તાજેતરમાં એક યુવાનને નજીવી બાબતે માથામાં પાઈપ ઝીંકી દેતા ઈજા પહોંચી છે તો પોલીસે યુવાનની ફરિયાદ બાદ વધુ તપાસ ચલાવી છે
મોરબીના ઉમિયાનગર પાસેના કાલિકા કારખાના નજીકના રહેવાસી પ્રકાશ સવજીભાઈ પરમારે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની પત્નીને ગોતવા નીકળ્યા હોય અને આરોપી મુકેશ હરિભાઈ સારેસા સાથે માથાકૂટ થતા આરોપીએ ગાળો બોલી પાઈપ વડે ડાબા પગમાં માર માર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે હથીયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે