


મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આરોપીએ આધેડને છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો પોલીસ ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે
મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી અમરશીભાઈ રામજીભાઈ જોગણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિજય મગન ભોજવિયા સાથે ફરિયાદીની દીકરીના લગ્ન કરવાના હોય જે તેને ગમતું ના હોય જે મનદુઃખનો ખાર રાખી જે બાબતે બોલાચાલી થતા આરોપી વિજય ભોજવિયા અને અન્ય એકને છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે