


મોરબી નજીકના ગામની રહેવાસી મહિલાને ફોન પર એક ઇસમેં જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે ફરિયાદ બાદ તાલુકા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે
મોરબીના રફાળેશ્વરના ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા ટીનાબેન કરશનભાઈ બોસીયા નામની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોહન ગણેશ પરમાર તેના મોબાઈલ પરથી ફરિયાદીને ફોન કરીને તું મારા ભાઈબંધ પર કરેલ હળવદ કોર્ટમાં કેસ પાછો ખેંચી લેજે કહીને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીએ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે