

મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં મજુરો સાથે કેન્ટીનના માણસે ઝઘડો કર્યા બાદ લેબર કોન્ટ્રાકટર સમજાવવા જતા કેન્ટીનમાં કામ કરતા ઇસમેં છરી વડે જીવલેણ હુમલો કરી દઈ ફરાર થયો હતો જેને પોલીસે ઝડપી લઈને હુમલામાં વપરાયેલી છરી કબજે લેવામાં આવી છે
મૂળ એમપીના વતની અને હાલ નીચી માંડલ નજીકની કેરાવીટ સિરામિકમાં મજુરોના કોન્ટ્રાકટર તરીકે કામ કરતા દેશરાજ પ્રેમનારણ આહીરવાર (ઉ.વ.૩૦) ના બે મજુરો કેન્ટીન માવો લેવા ગયા હોય ત્યારે કેન્ટીનમાં કામ કરતા ઇકબાલભાઈ મૂળ યુપી વાળાએ તેને ગાળો આપી બોલાચાલી કરી હોય જેથી સમજાવવા જતા ફરિયાદી લેબર કોન્ટ્રાકટર દેશરાજ પ્રેમનારણને આરોપી ઇકબાલ શાકેટ કેન્ટીનમાંથી લાકડી લઈને આવી ગાળો આપી માર માર્યો હતો
તેમજ મારી નાખવાના ઈરાદે છરીનો પડખામાં ઘા ઝીંકી દીધો હતો અને આરોપી ફરાર થયો હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ આદરી હતી અને સિરામિક ઝોન વિસ્તારમાંથી જ આરોપીને ઝડપી લઈને ગુન્હામાં વપરાયેલી છરી કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે