


સમગ્ર રાજ્યમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું હોય અને મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જોકે તેમ છતાં નિયમ ભંગ કરવામાં આવતો હોય આજે પાલિકાની ટીમે પાણીના પાઉચની હેરાફેરી કરનાર વાહનને પકડી પાડી પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા પ્લાસ્ટિક પાઉચ, ઝબલા સહિતની ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે છતાં પણ હજુ પાણીના પાઉચનું વેચાણ કરવામાં આવતું હોય અને ખુલ્લેઆમ હેરાફેરી કરવામાં આવતી હોય આવી એક યુટીલીટી કાર પાલિકાની ટીમે ઝડપી હતી જેમાં પાણીના પાઉચના બાચકા ભરેલા હોય જેથી પાલિકાની ટીમે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જોકે પાણીના પાઉચ ચાની પ્યાલીના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનું પાલન થતું નથી જેથી પાલિકાની ટીમ ચેકિંગ કાર્યવાહી કરીને દંડ ફટકારે છે

