મોરબીમાં માર્ગ અકસ્માતો નિવારવા સામાજિક કાર્યકરે આપ્યા મહત્વપૂર્ણ સૂચનો

રાજ્યના સીએમને પત્ર લખીને અકસ્માતો નિવારવાના સૂચનો આપ્યા

મોરબી પંથકમાં વધી રહેલા અકસ્માતોથી વાહનચાલકો સતત ભયના ઓથાર હેઠળ જોવા મળે છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરે અકસ્માતો નિવારવા રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને સૂચનો આપી આ દિશામાં યોગ્ય પગલા ભરવા અનુરોધ કર્યો છે

મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં અનેક જીવલેણ અકસ્માતમાં અનેક નિર્દોષ નાગરિકો મોતના મુખમાં હોમાયા છે ત્યારે અકસ્માતો નિવારવા માટે સૂચનો આપ્યા છે જેમાં મોરબી ખાનપર રોડ ફોરટ્રેક કરવો, મોરબી રાજકોટ ફોરટ્રેક કામ વહેલી તકે પૂર્ણ કરવું, મોરબી નગરમાં રોડ ક્રોસ કરીને જતા લોકો માટે ઝીબ્રા ક્રોસિંગ કલર રોડ ઉપર કરવા, ઉમિયા સર્કલે પીજીવીસીએલના વીજ થાંભલા બિનજરૂરી હોય અથવા અન્યત્ર ખસેડવા, ઉમિયા સર્કલ પાસે એકત્ર થતા શ્રમિકોને અન્ય સ્થાન આપી રોજગારી કેન્દ્ર ઉભું કરવું, ભક્તિનગર સર્કલ ફ્લાય ઓવરબ્રિજ બનાવવો, મોરબી હળવદ રોડ ફોરટ્રેક બનાવો, મચ્છુ નદી પર ભડીયાદ રોડ લીલાપર રોડને જોડતો ફોરટ્રેક સિગ્નેચર ઓવરબ્રિજ બનાવો, નાની વાવડી રોડ રસ્તા ફ્લાય ઓવર બ્રીજ બનાવવા અને વાઘજી બાપુના બાવલા પાસે નટરાજ ફાટકે ઓવરબ્રિજ રોડ બનાવવા સહિતના સૂચનો આપી અકસ્માતો નિવારવા તાકીદના યોગ્ય પગલા ભરવા અપીલ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat