


મોરબીનો પોશ વિસ્તાર એટલે રવાપર રોડ. મોટાભાગે બધા જ ઉધોગકારો આ રોડ ઉપર રહે છે અને આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વધતી જાય છે ત્યારે સૌથી વધુ સમસ્યા ભરત પાન અને પ્રકાશ પાન ના સામે નવા બસ સ્ટેન્ડ જવાનો રસ્તો જયા ખુલ્લી ગટરની છે ત્યાં જો બધા નાલા બંધ કરી અને રસ્તો કરી અને સર્કલ નાનકડું બનાવી નાંખે તો ટ્રાફીક અને ગંદકી ની સમસ્યા હલ થઈ શકે તેમ છે.
જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્ય તેમજ સાસંદ દ્વારા આ બાબતે વિચારવું જોઇયે અને પોતાની ગ્રાન્ટને આ કાર્યમા વાપરવી જોઇયે અને જો કાયદાકીય રીતે ના થઇ શકે તેમ હોય અને કોઇ આ બાબતે આગળ ના આવે તો સ્વૈચ્છિક લોકભાગીકારી થી પણ થઇ શકે તેમ છે જો આ બનાવવાની મંજુરી આપે તો તો આ મેસેજ ને ફોરવર્ડ કરીને વહીવટી તંત્ર અને નગરપાલિકા તેમજ સરકાર સુધી પહોંચાડો જેથી કરીને આ કામ કરી શકાય અને મોરબીના રવાપર રોડ ઉપર એક સગવડ ઉભી થાય.
જો કોઇ આ બાબતે ખર્ચ કરવા તૈયાર ના હોય પરંતુ જો મંજુરી મળી જાય તો અમે સિરામીક ના ઉધોગકારો છેલ્લે લોકભાગીદારી કરીને પણ આ રસ્તો મોટો કરવા તૈયાર છીયે… સિરામીક ના ઉધોગકારો ને લોકભાગીદારી કરવા જે તે સર્કલ ને નામ આપી ને કરી શકાય તો આ મેસેજ ને વહીવટી તંત્ર સુધી પહોંચાડશો … મોરબી અને લોકો ના સુખાકારી માટે મોરબી સિરામીક એશોસીએસન લોકભાગીદારી કરીને કાર્યો થાય તે માટે તત્પર છે તેમ મોરબી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે. અને આ અંગેની પોસ્ટ વધુને વધુ વહેતી કરીને જાગૃતિ લાવવા પણ અપીલ કરવામાં આવી છે.

