Billboard ad 1150*250 Billboard ad 1150*250

જાહેરનામાંની અમલવારી : મોરબીમાં ૨૦ ચાઇનીઝ ફીરકી રાખનાર વેપારી સામે કાર્યવાહી

 

ઉતરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે જોકે મોટાભાગે અમલવારી જોવા મળતી નથી ત્યારે ચાલુ વર્ષે ઉતરાયણ અંગેનું કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ પોલીસ જાહેરનામાંની અમલવારી માટે મક્કમ હોય શનાળા રોડ પરથી ચાઇનીઝ ફીરકી વેચનાર વેપારીને ઝડપી લઈને કાર્યવાહી કરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શહેરના ઓમ શાંતિ સ્કૂલ પાસે શનાળા રોડ પર પતંગ દોરાનો વેપાર કરનાર આરોપી સાગર નવઘણ દેલવાણીયા નામનો ઇસમ પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી રાખી વેચાણ કરતો હોય આરોપી પાસેથી ચાઇનીઝ ફીરકી નંગ ૨૦ કીમત રૂ ૧૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગનો ગુન્હો નોધી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat