

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવવધારા બાદ સિરામિક ઉદ્યોગ પાસે ભાવવધારો કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ના હોય જેથી તાજેતરમાં બેઠક યોજી ભાવવધારા અંગે સર્વસંમતીથી નિર્ણય કર્યા બાદ સરેરાશ ૧૫ ટકા જેટલો ભાવવધારો સિરામિક પ્રોડક્ટમાં કરવામાં આવ્યો છે
મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની દ્વારા ચાલુ માસે ગેના ભાવોમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો હોય જેથી સિરામિક ઉદ્યોગ પાસે પડેલા પેન્ડીંગ ઓર્ડરમાં ઉદ્યોગને ખોટ સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી તો એક વર્ષમાં ૪૪ ટકા જેટલો ભાવવધારો ઝીંકી દીધો હોય જે અસહ્ય હોય જે ભાવ વધારો પરત લેવા ગુજરાત ગેસના અધિકારીઓ સાથે બેઠક, જીલ્લા કલેકટરને આવેદન ઉપરાંત દિલ્હી સુધી રજુઆતનો દોર ચલાવ્યો હતો જોકે ગેસના ભાવવધારો પરત લેવાની દાનત ગેસ કંપનીની જણાતી ના હોય જેથી ભાવ વધારો અનિવાર્ય બન્યો હતો
જેને પગલે ગુરુવારે સિરામિક એસોના હોદેદારો અને ઉદ્યોગપતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ, વિટ્રીફાઈડ અને સેનેટરી વેર સહિતના એસોના હોદેદારો અને ઉદ્યોગપતિઓ ગેસનો ભાવવધારો સહન કરી સકાય તેમ ના હોય જેથી સિરામિક પ્રોડક્ટના ભાવવધારા માટે સહમતી દાખવી હતી અને સર્વસંમતીથી ૧૨ થી ૧૫ ટકા જેટલો ભાવવધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા પાસેથી જાણવા મળ્યું છે